Saturday, 14 January 2012

DHORDO INTERNATIONAL KITE FESTIVAL 2012

ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ. તા. ૧૩-૧-૨૦૧૨ ના રો સફેદ રણ માં યોજાઈ ગયો.  આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કાર્યક્રમ નું ઉદ્ઘાટન ગુજરાત પ્રવાસાન ના ડાયરેક્ટર માન. શ્રી કેશુભાઈ પટેલ , કલેકટર શ્રી એમ. થેન્નાર્શન સાહેબ અને જીલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ પટેલ સાહેબે રંગબેરંગી ફુગ્ગા  હવા માં છોડી   સ્ટાર્ટ આપેલ. વિદેશ ના ૩૨ જેટલા  આંતરરાષ્ટ્રીય પતંગબાજો એ વિશાળ કદના રંગબેરંગી પતંગો ઉડાળી ને આવેલ પ્રવાસીઓ ને મંત્ર મુગ્ધ કરી દીધા. 
સફેદ રણ નાં આ ખુશનુમા માહોલમાં "તારક મહેતા ક ઉલટા ચશ્માં" ના કલાકારો જેઠાલાલ ગડા, દયાબેન, ચંપક કાકા, સોઢી, ટપુડો, બઘો, બબીતા, મી.ઐયર વગેરે એ સીરીયલ ના સુટીંગ  સાથે પ્રવાસીઓ સાથે પતંગ ઉડાળયા હતા. ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજિત આ ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ના ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન એન.જે. જાજાણી  એ  કર્યું હતું. 



















No comments: