Sunday, 18 December 2011

સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો

સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ  માં પપેટ શો 
ગુજરાત ના મુખ્યમંત્રી માન, શ્રી નરેન્દ્ર મોદી ના સદભાવના ઉપવાસ કાર્યક્રમ માં પપેટ શો રજુ કરવાનો અવસર મળ્યો . તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૧ ના બે દિવસ સુધી સરકારશ્રી ની શિક્ષણ ની યોજનાઓ પ્રવેશોત્સવ, કન્યા કેળવણી , વિદ્યાદીપ , મફત પાઠ્યપુસ્તક યોજના , શિષ્યવૃત્તિ-ગણવેશ યોજના , પ્રજ્ઞા, શાળા આરોગ્ય તપાસણી, બાળ આરોગ્ય વગેરે વિષયો પર આધારિત પપેટ શો રજુ કરવામાં આવેલ. તા. ૧૮-૧૧-૨૦૧૧ ના સવારે ૯.૦૦ કલાકે માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પપેટ શો નિહાળવા પધારેલ. સમગ્ર દિવસ દરમિયાન હજારો લોકો વિશેષકર નાના બાળકો એ પપેટ નિહાળવા ખુબ જ રૂચી દર્શાવી. 








આ પપેટ શો માં હરીલાલ પટેલ, મદનભાઈ ઠક્કર, તૃપ્તિબેન ઠાકર , અમિત ગોર, કંચનબા જાડેજા,  રાજેશ સુમેરા વગેરેએ શો પ્રદર્શિત કરેલ. 

No comments: