સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો
ગુજરાત ના મુખ્યમંત્રી માન, શ્રી નરેન્દ્ર મોદી ના સદભાવના ઉપવાસ કાર્યક્રમ માં પપેટ શો રજુ કરવાનો અવસર મળ્યો . તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૧ ના બે દિવસ સુધી સરકારશ્રી ની શિક્ષણ ની યોજનાઓ પ્રવેશોત્સવ, કન્યા કેળવણી , વિદ્યાદીપ , મફત પાઠ્યપુસ્તક યોજના , શિષ્યવૃત્તિ-ગણવેશ યોજના , પ્રજ્ઞા, શાળા આરોગ્ય તપાસણી, બાળ આરોગ્ય વગેરે વિષયો પર આધારિત પપેટ શો રજુ કરવામાં આવેલ. તા. ૧૮-૧૧-૨૦૧૧ ના સવારે ૯.૦૦ કલાકે માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પપેટ શો નિહાળવા પધારેલ. સમગ્ર દિવસ દરમિયાન હજારો લોકો વિશેષકર નાના બાળકો એ પપેટ નિહાળવા ખુબ જ રૂચી દર્શાવી.